અંગ્રેજી વ્યાકરણમાં કેટલાક મહત્વના સમજવા જેવા મુદ્દા છે, જેમાંથી "Transitive Verb" અને "Intransitive Verb" (ક્રિયા) સૌથી મહત્વપૂર્ણ છે. આ બંને પ્રકારની ક્રિયાઓને સમજવું એ કોઈ પણ અંગ્રેજી ભાષાના શિખવાનો માર્ગ સરળ બનાવી શકે છે. ચાલો, હવે આપણે એ જાણી રહ્યા છીએ કે Transitive અને Intransitive Verb શું છે અને ક્યારે તેઓનો ઉપયોગ કરવો જોઈએ.
1. ટ્રાંઝિટિવ વર્બ (Transitive Verb)
Transitive શબ્દનો અર્થ છે એવી ક્રિયા જે કશુંક અથવા કોનું પ્રત્યક્ષ પરિણામ બતાવે છે. સાદા શબ્દોમાં, જ્યારે ક્રિયા પછી કોઈ Object(કર્મ) આવેછે, જે તેની અસર બતાવે છે, ત્યારે તે ક્રિયાપદ Transitive કહેવાય છે.
જે Verb ની સાથે કર્મ મૂકી શકાય તે Verb 'Transitive Verb' કહેવાય છે. અહી Verb ની સાથે કર્મ ન હોય તો પણ આપડે વિચારવાનું છે કે કર્મ મૂકી શકાય કે નહીં. જો Verb ને "શું" અથવા "કોને" થી પ્રશ્ન પૂછો અને જવાબ મળે તો તે Transitive Verb હોય છે.
પ્રથમ ઉદાહરણ:
હું એ ચોપડી વાંચું છું.
I read that book.
બીજું ઉદાહરણ:
- તે સંગીત સંભાળે છે.
- She is listening a song.
- અમે મેદાનમાં રમી રહ્યા હતા.
- We were playing in the ground.
2. ઇન્ટ્રાન્જીટિવ વર્બ (Intransitive Verb)
Intransitive Verb એ એવી ક્રિયાપદ છે કે જેના પછી કોઈ ચોક્કસ Object(કર્મ) નથી આવતું. આમાં ક્રિયા સ્વતંત્ર હોય છે. એટલે કે, તેનો કોઈ સ્પષ્ટ પરિણામ નથી, તે પોતાની જાતે પૂર્ણ છે.
અહી ક્રિયાપદને "શું" અથવા "કોને" થી પ્રશ્ન પૂછવાથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. તેની સાથે કર્મ મૂકી શકાતો પણ નથી.
ઉદાહરણ:
- હું દરરોજ સવારે દોડું છું.
- I run in the morning everyday.
અન્ય ઉદાહરણો
The baby cried loudly. (બાળક મોટેથી રડ્યું હતું)
She slept peacefully. (તે શાંતિથી સૂઈ ગઈ હતી)
They are laughing. (તેઓ હસી રહ્યા છે)
ઉપરના ત્રણેય વાક્યમાં ક્રિયાપદોની સાથે કર્મ છે પણ નહિ અને તમે ઈચ્છો તો પણ નહીં મૂકી શકો.
Video જોવા માટે અહી ક્લિક કરો.
Intransitive Verb ના અન્ય ઉદાહરણોટ્રાંઝિટિવ અને ઇન્ટેન્સિટિવ વર્બ્સ વચ્ચેનો તફાવત:
વિશેષતા | ટ્રાંઝિટિવ વર્બ | ઇન્ટેન્સિટિવ વર્બ |
---|---|---|
Object | હા, દરેક Transitive Verb ને Object ની જરૂર પડે છે. | નહીં,Transitive Verb એ Object વિના પૂર્ણ થાય છે. |
અસર અથવા પરિણામ | Object પર અસર દર્શાવે છે. | એ એવી ક્રિયા છે જે પોતાની જાતે પૂર્ણ થાય છે. |
આજકાલના શિક્ષણમાં, ખાસ કરીને અંગ્રેજી અભ્યાસ કરતી વખતે Transitive અને Intransitive વર્બ્સની ઓળખ ન માત્ર મહત્વની છે, પરંતુ એ તમારા ભાષાની સમજી અને વ્યક્તિત્વને પણ મજબૂત બનાવે છે. વધુમાં, તમારે આ ક્રિયાઓને એકમાત્ર વ્યાકરણ ના તરીકે નહીં, પરંતુ સજાગ રીતે અને સાહજિક રીતે ઉપયોગ કરવાની જરૂર છે, જેથી તમે ભાષાને પૂર્ણ સમજ સાથે બોલી શકો.
આ પોસ્ટ દ્વારા, તમે તમારું અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવી શકો છો. જો તમે આ શીખવા માટે વધુ ઉત્સુક છો, તો પ્રેક્ટિસ, વાંચન અને લખાણ પર ધ્યાને દો, કારણ કે આ બંને પ્રકારના ક્રિયાપદોનો યોગ્ય ઉપયોગ તમારા અંગ્રેજી વ્યાકરણને મજબૂત બનાવે છે.
તો, હવે તમે કહો – કયા પ્રકારનું ક્રિયાપદ તમને વધુ ગમ્યું 😊Transitive કે Intransitive?
Post a Comment