હવે સમજો Active Voice અને Passive Voice એક જ પોસ્ટ માં.....

Introduction

    અંગ્રેજી વ્યાકરણ (English Grammar) માં, એક્ટિવ વોઇસ (Active Voice) અને પેસિવ વોઇસ (Passive Voice) બે મહત્વપૂર્ણ માળખા છે. જો આપણે કોઈ કર્તા  (doer) અને કાર્ય (action) વચ્ચેનો સંબંધ સમજવો હોય, અને કર્મ (Object) તો આ ટોપિક ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ટોપિકને સરળતાથી સમજાવવાના પ્રયાસમાં, અહીં પ્રાથમિકથી લઈને ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી છે.

એક્ટિવ વોઇસ એટલે શું?

  • એક્ટિવ વોઇસમાં, વાક્યમાં કામ કરનાર વ્યક્તિ અથવા વસ્તુ મુખ્ય પ્રવૃત્તિ કરે છે. એટલે કે, કર્તા (subject) કાર્ય (action) કરે છે. 
  • અહી કર્તાનું મહત્વ વધારે હોય છે. કર્મ હોવાથી કે ન હોવાથી કાઇ ફરક પડતો નથી.
Structure:
Subject + Verb + Object + Other words

ઉદાહરણ:

1. રવી પુસ્તક વાંચે છે.
(Ravi reads a book.)

> અહીં 'રવી' કર્તા છે, જે 'પુસ્તક' તે કર્મ છે.  અહી 'પુસ્તક' કાઢી નાખો તો પણ કાઇ ફરક પડતો નથી. વાક્યનો અર્થ નીકળે છે. અને તમને વાક્ય અધૂરું લાગતું નથી પરંતુ તમે જ્યારે એવું કહેશો કે "પુસ્તક વાંચે છે" તો તરત પ્રશ્ન થશે કે કોણ? કેમ કે Active Voice માં કર્તાનું મહત્વ હોય છે. તેના વગર વાક્ય અધૂરું લાગે છે. 

2. મેં ચા બનાવી.
(I made tea.)

> અહીં 'મેં' કર્તા છે અને 'ચા' તે કર્મ છે. 

પેસિવ વોઇસ એટલે શું?

પેસિવ વોઇસમાં, કર્મ (Object) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, અને કર્તા ગૌણ હોય છે અથવા કર્તા હોવાથી કે ન હોવાથી વાક્યમાં કઈ ફરક પડતો નથી.


Structure:
Object + Helping Verb + Past Participle(v3) + (by Subject)

ઉદાહરણ:

1. પુસ્તક રવી દ્વારા વાંચવામાં આવ્યું.
(A book is read by Ravi.)

> અહીં કર્મ અને કાર્ય  પર ભાર છે : 'પુસ્તક વાંચવામાં આવ્યું.' અહી 'રવિ' ને કાઢી નાખવાથી વાક્યમાં કાઇ ફરક પડતો નથી. પરંતુ તમે જ્યારે એવું પૂછશો કે "રવિ દ્વારા વાંચવામાં આવ્યું" તો તમને વાક્યમાં કઈક ઘટે છે એવું લાગશે. આનો અર્થ એ છે કે વાક્યમાં કર્મનું મહત્વ છે તેના વગર વાક્ય બનતું નથી. 

2. ચા મારી દ્વારા બનાવાઇ હતી. 
(Tea was made by me.)

> અહીં 'ચા' મુખ્ય છે, જ્યારે 'મારા દ્વારા' પછી ઉમેરાયું છે. અહી માત્ર "ચા બનાવાઇ હતી." આવું કહેશો તો પણ વાક્ય અર્થ વાળું અને પૂરું લાગશે. પરંતુ તમે જ્યારે તમે એવું કહેશો કે "મારા દ્વારા બનાવાઇ હતી? તો તમને તરત પ્રશ્ન થશે કે શું? કેમ કે આ વાક્ય Passive Voice માં હોવાથી કર્મ વગર અધૂરું લાગે છે. તેથી આ વાક્ય Passive Voice માં છે 

એક્ટિવ વોઇસથી પેસિવ વોઇસમાં રૂપાંતર કઈ રીતે કરવું?

એક્ટિવ વોઇસથી પેસિવ વોઇસમાં રૂપાંતર એ વાક્યનું થઈ શકે જેમાં transitive verb હોય. જે વાક્યનું verb intransitive હોય તેનું પેસિવ વૉઇસ બની શક્તું નથી. 
 જો તમને transitive અને intransitive  વર્બ કોને કહેવાય એ ખબર ન હોય તો તે જાણવા માટે અહી ક્લિક કરો. 
Transitive અને Intransitive ક્રિયાપદોનો વિડિયો જોવા માટે અહી ક્લિક કરો.   


એક્ટિવ વોઇસથી પેસિવ વોઇસમાં રૂપાંતર કઈ રીતે કરવું?

1. Object ને Subject બનાવો.

> "Ravi reads a book." → "A book is read by Ravi."

  • અહી A book એ Active Voice માં કર્મ છે. અને Passive Voice બનાવવા માટે તેને કર્તા Ravi ના સ્થાને લઈ જવામાં આવ્યું છે.
2. Helping Verb ઉમેરીને Verb નું Past Participle બનાવો.

> "Ravi reads a book." → "A book is read by Ravi."
  • અહી સાદા વર્તમાન કાળનું વાક્ય હોવાથી Helping Verb તરીકે Am/Is/Are માંથી is મૂક્યું છે અને read નું Past Participle (v3) મૂક્યું છ.  
3. ‘by’ નો ઉપયોગ કરીને મૂળ કર્તા ઉમેરો.

> "Ravi reads a book." → "A book is read by Ravi."
  • અહી કર્તા Ravi છે તેથી તેની આગળ By મૂક્યું અને તેને કર્મ ના સ્થાને ખસેડયું છે.
ઉદાહરણ:

Active: She helps her brother.
Passive: Her brother is helped by her.

નોંધ : Passive Voice બનાવવા માટે દરેક કાળ મુજબ અલગ અલગ Helping Verb નો ઉપયોગ થાય છે તે તમે નીચેના ફોટો માં જોઈ શકો છો. 

એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ઉપયોગ કઈ સ્થિતિમાં કરવો?

એક્ટિવ વોઇસ:

> જ્યાં કર્તા મહત્વપૂર્ણ હોય, જેવા કે, "Ravi scored a century."


પેસિવ વોઇસ:

> જ્યાં કર્મ પર ભાર મૂકવો હોય, જેવા કે, "A century was scored by Ravi."

    એક્ટિવ અને પેસિવ વોઇસ અંગ્રેજી વ્યાકરણના મૂળભૂત અને ઉપયોગી તત્ત્વો છે. અંગ્રેજી શિખનાર વિદ્યાર્થીઓ માટે, એક્ટિવ વોઇસનો ઉપયોગ ઝડપથી પ્રક્રિયાઓ સમજાવવા માટે વધુ સરળ છે, જ્યારે પેસિવ વોઇસ તદ્દન ફોર્મલ લેખન માટે શ્રેષ્ઠ છે. આ બેના રૂપાંતર શીખવાથી લેખન અને બોલવામાં પુષ્કળ સુધારાઓ થાય છે. જો તમને આ ટોપિક પર વધુ શીખવું હોય, તો તમે અમારી યૂટ્યુબ ચેનલ અથવા બ્લોગ પર મુલાકાત લઈ શકો છો!

તો મિત્રો તમને Active Voice અને Passive Voice ની પ્રાથમિક માહિતી સમજાઈ ગઈ હશે. તો તમારા મિત્રો સાથે શેર કરો. 


તમે STUDY DOSE ના અન્ય પ્લેટફોર્મ પર પણ જોડાઈ શકો છો. 
યૂટ્યૂબ       :- અહી ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામ :- અહી ક્લિક કરો 


Post a Comment

Previous Post Next Post