શું મિત્રો તમે જાણો છો ? Simple Present Tense નું Passive Voice કઈ રીતે કરવું? ચાલો વિગતે જાણીએ...
મિત્રો જો તમને ટુંકમાં કહું તો V1કે V5 નું AM/IS/ARE + V3 અથવા Do/Does નું Am/Is/Are અને V1 નું V3 કરતાં આવડી જાય એટલે પેસીવે વોઇસ આવડી જાય. જો માત્ર V1 કે V5 હોય તો તેનું AM/IS/ARE + V3 કરવું અને જો વાક્યમાં Do/Does હોય તો Do/Does નું AM/IS/ARE કરવું અને V1 નું V3 કરવું.
V1કે V5 = AM/IS/ARE + V3
Do/Does............V1 = Am/Is/Are................V3
Passive Voice શું છે?
Passive Voice એ એ રીતે વાક્ય બનાવવાનો એક પ્રકાર છે, જેમાં કાર્ય કરતાં વ્યક્તિના બદલે કર્મ પર ધ્યાન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો તમે ACTIVE VOICE નો ઉપયોગ કરી રહ્યા છો, તો કર્તા (Subject) કાર્ય કરે છે. પરંતુ પેસિવ વોઈસમાં, કાર્ય થાય છે, અને કર્તા (Subject) માત્ર એ કાર્યનો ભોગ બને છે. અહી મુખ્ય રીતે કર્મ નું મહત્વ હોય છે.
ઉદાહરણ:
- Active Voice: The teacher teaches the students. (અધ્યાપક વિદ્યાર્થીઓને શિખવે છે.)
- Passive Voice: The students are taught by the teacher. (વિદ્યાર્થીઓને અધ્યાપક દ્વારા શિખવવામાં આવે છે.)
Active voice અને Passive Voice ની રચનાઓ
- Active Voice: કર્તા + V1/V5 + કર્મ + Other Words.Passive Voice: કર્મ + am/is/are + V3+ by + કર્તા + Other Words.
નોંધ :- Intransitive Verb વાળા વાક્યનું Passive Voice બનતું નથી. Intransitive verb એટલે શું જાણવા માટે અહી ક્લિક કરો. અને વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
Active થી Passive Voice માં ફેરફાર કરવાના Step:
- Active Voice : He reads a book.
- Passive Voice : A book is read by him.
- Object: Active voice માં જે કર્મ ક્રિયાને પ્રાપ્ત કરે છે, Passive voice માં એ કર્તા ને સ્થાને આવી જાય છે અને કર્તા બની જાય છે. ઉપરના વાક્યમાં a book કર્મ છે . તેનું Passive Voice બનાવતા તે કર્તાને સ્થાને આવી જે છે અને કર્તા બની જાય છે.
- Active Voice : The peon sweep the lobby.
- Passive Voice : The lobby is swept by the peon.
- Active Voice : I type the blog every month.
- Passive Voice : The blog is typed by me every month.
- Active Voice : He reads a book.
- Passive Voice : A book is read by him.
- Subject: Active voice માં જે કર્તા ક્રિયા કરે છે, Passive voice માં એ "Object" (કર્મ) બની જાય છે. ઉપરના વાક્યમાં He કર્તા છે. તેનું Passive Voice બનાવતા તે કર્મ બની જાય છે અને તેનું Objective સર્વનામ Him નો ઉપયોગ થયો છે.
- Active Voice : She sings a song.
- Passive Voice : A song is sung by her.
- Active Voice : Dhruvik watches a movie every weekend.
- Passive Voice : A movie is watched by Dhruvik every weekend.
- Active Voice : She writes a letter to her parents every month.
- Passive Voice : A letter is written by her to her parents every month.
- Verb: Active voice માં V1 અથવા V5 નો ઉપયોગ થાય છે, પરંતુ Passive voice માં તેનું "am/is/are" + V3 છે. ઉપરના વાક્યમાં She ત્રીજો પુરુષ એકવચન છે તેથી તેની સાથે Active Voice માં V5 નો ઉપયોગ થયો છે. તેનું પેસિવ વોઇસ બનાવતા Writes નું Is + Written બની ગયું છે.
- Active Voice : Shivam learns English grammar.
- Passive Voice : English grammar is learnt by Shivam.
- Active Voice : Dhruvik watches a movie every weekend.
- Passive Voice : A movie is watched by Dhruvik every weekend.
- Active Voice : Jigo completes homework daily.
- Passive Voice : Homework is completed by Jigo daily.
- By Subject : કર્તા (subject) ને કર્મના સ્થાને લઈ તેની પહેલા By ઉમેરવું. ઉપરના વાક્યમાં Jigo કર્તા છે તેથી તેને કર્મના સ્થાને લેવાથી By Jigo થઈ જાય છે.
- Active Voice : Anand opens the door early.
- Passive Voice : The door is opened by Anand early.
- Active Voice : Sheru breaks the toys.
- Passive Voice : The toys are broken by Sheru.
Passive: Isn't the homework finished by him before dinner?
Passive: Isn't the museum visited by us on weekends?
તમને થતાં પ્રશ્નો :
- માર્કેટમાં તાજા ફળ વેચાય છે.
- Fresh fruits are sold in the market.
આમ.... સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસને સમજવું અને તેનો ઉપયોગ કરવું ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. પેસિવ વોઇસનો ઉપયોગ તે સમયે કરવામાં આવે છે જ્યારે કર્મ(Object) પર ભાર મૂકવો હોય અને કયા વ્યક્તિએ તે કાર્ય કર્યું તે મહત્વનું ન હોય. આ અભ્યાસથી, વિદ્યાર્થીઓ પેસિવ ફોર્મને સરળતાથી ઓળખી અને લાગુ કરી શકે છે. યોગ્ય અભ્યાસ અને નિયમિત પુનરાવૃત્તિ દ્વારા, વિદ્યાર્થી પેસિવ વોઇસમાં સફળતા મેળવી શકે છે, જે ભાષાશક્તિ અને લેખનક્ષમતામાં વધુ નિપુણતા લાવશે.
#PassiveVoice #SimplePresentTense #GujaratiStudents #EnglishGrammar #LearnEnglish #GrammarTips #EnglishForBeginners #PassiveVoiceRules #GujaratiBlog #EnglishLearning #EnglishGrammarTips #LanguageLearning #LearnEnglishGrammar #EnglishForGujaratis #GrammarInEnglish
Post a Comment